કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો જાહેર કર્યા બાદ મોટાભાગના કારચાલકો પેટ્રોલ કારમાં સીએનજી કિટ ફીટ કરવા ઉમટી પડયા હતા ત્યારબાદ ધીમે-ધીમે સીએનજીમાં પણ ભાવ વધારો થતા સીએનજીનો ભાવ હાલ રૂ.૮૦ને પાર પહોંચી ગયો છે. જા કે હવે અમરેલી જિલ્લામાં કારમાં સીએનજી કિટ ફીટ કરાવનારની સંખ્યામાં પ૦% જેટલો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલ કરતા સીએનજી સસ્તો પડે તે માટે લોકો કારમાં સીએનજી ફીટ કરાવી રહ્યાં હતા. અમુક લોકો કંપની ફીટેડ સીએનજી કારની ખરીદી કરી રહ્યાં હતા. બે વર્ષ પહેલા એક કિલો સીએનજીનો ભાવ રૂ.પર હતો જે હાલ વધીને રૂ.૮૦ને પાર થઈ ગયો છે. ર૦ર૧થી અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં ૮ વખત વધારો થયો છે. જેના કારણે હવે અમરેલી જિલ્લાના કારચાલકો સીએનજી કિટ ફીટ કરાવવાનું ટાળી રહ્યાં છે. ઉપરાંત લોકોને સીએનજી કિટ ફીટ કરાવવાનું મોંઘુ પણ પડી રહ્યુ છે. એક તરફ સીએનજીના ભાવ અને બીજી તરફ સીએનજી કિટના ભાવમાં વધારો થવાને કારણે સીએનજી કિટ ફીટ કરાવનારની સંખ્યામાં પ૦%નો ઘટાડો નોંધાયો છે. એક અંદાજ પ્રમાણે અમરેલી જિલ્લામાં રોજની રપ કરતા વધારે કારમાં સીએનજી કિટ ફીટ કરવામાં આવતી હતી હાલ અત્યારે તેનાથી અડધી કારમાં સીએનજી કિટ ફીટ થઈ રહી છે. હાલ પેટ્રોલ અને સીએનજીના ભાવમાં વધારે તફાવત ન રહેતા લોકો ડીઝલ કાર પર પસંદગી ઉતારી રહ્યાં છે.