અમરેલી જિલ્લામાં ૯૮ ગ્રામ પંચાયત સમરસ થતા ૪ર૭ ગ્રામ પંચાયતોમાં આજરોજ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી જાહેર થતાની સાથે સરપંચપદ અને સભ્યપદના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા સાથે ચૂંટણી ફોર્મ ભર્યા હતા અને મતદાન સમય સુધી મતદારોને પોતાને મત આપવા માટે વિનવણી કરતા નજરે પડતા હતા. સાંજના ૬ વાગ્યે મતદાન સમય પુરો થઈ ગયા બાદ તમામ મતપેટીઓ મતગણતરી સ્થળે લવાઈ હતી અને સરપંચપદ અને સભ્યપદના ઉમેદવારોનું ભાવિ મતપેટીઓમાં સીલ થયુ હતું. મતદારોએ કોના પર જીતનો કળશ ઢોળ્યો છે તે આગામી તા.ર૧ને મંગળવારે મતગણતરી બાદ ખબર પડી જશે. હાલ તો ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યાં છે.