અમરેલી જિલ્લામા છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે બાગાયતી પાકથી માંડી ખેતી પાકને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો ખેતી પાકનું વળતર આપવા ઠેર ઠેર માંગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં આજદિન સુધીમાં વડીયામાં પર મીમી, બાબરામાં ૬૨ મીમી, લાઠીમાં ૭૧ મીમી, લીલીયામાં ૭૯ મીમી, અમરેલીમાં ૬પ મીમી, બગસરામાં ૧૧૩ મીમી, ધારીમાં પ૬ મીમી, સાવરકુંડલામાં ૧૭૦ મીમી, ખાંભામાં ૩૮ મીમી, જાફરાબાદમાં ૪૦ અને રાજુલામાં ૫૬ મીમી કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે કેરી, કેળ સહિતના બાગાયતી પાક અને ડુંગળી સહિતના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. ત્યારે નુકશાનીનું વળતર આપવા માટે ખેડૂતોમાંથી માંગ ઉઠી છે. આજે પણ અમરેલી શહેરમાં બપોર બાદ વિજળીના કડાકા-ભડાકા સાથે જારદાર ઝાપટું પડયું હતું.