અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પણ પડ્યા હતા. આજ સવારથી જ વાતાવરણમાં થોડો સુધારો થયો હતો અને સૂર્યનારાયણે આકાશમાં દેખાડો દીધો હતો. રાત્રે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જાવા મળ્યો હતો. વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા અને શિયાળુ પાકના વાવેતરમાં નુકશાની જાવા મળી હતી. શિયાળામાં ડબલ ઋતુ જેવું વાતાવરણ સર્જાતા લોકોમાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જાવા મળ્યા હતા. વાતાવરણમાં સુધારો થતા લોકોને માંદગીથી રાહત મળશે અને શિયાળાની રોનક ફરી જામવાના એંધાણ જાવા મળી રહ્યા છે.