અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે સમીક્ષાઓ કરી સૂચનાઓ આપવામાં આવી છે તે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં આવતી ૫ાંચ વિધાનસભા બેઠક વિસ્તારમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થાણા અધિકારીઓ, પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી શાંતિપૂર્ણ માહોલ મતદાન થાય તેવો સંદેશો આપ્યો હતો.