અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. જિલ્લામાં વાહન અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. અમરેલીમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા રામાભાઈ મુળાભાઈ નાઇકાએ બોલેરો પીકઅપના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની બાઇક લઇને અમરેલી બાયપાસ કેરીયા રોડ ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા સફેદ બોલેરો પીકઅપ ચાલકે આવી તેમને ટક્કર મારી હતી. જેના કારણે પડી જતાં ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી બોલેરો પીકઅપ ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે. રાજકોટના ગોંડલ તાલુકાના બીલડી ગામે રહેતા રસીકભાઈ બાલાભાઈ સોલંકી (ઉ.વ.૩૫)એ ફોર વ્હીલ નંબર GJ-૦૧-AT-૪૪૩ના ચાલક સામે નોધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અશોક લેલન ગાડી ય્ત્ન-૦૪-છ્-૯૬૫૧માં દાવત સોડા ભરીને જેસર ખાલી કરવા જતા હતા તે દરમિયાન ઓળીયા ગામે પહોચતા આગળ જતા મોટર સાયકલ ચાલકને ફોર વ્હીલ નં. GJ-૦૧-RP-૪૪૩૩એ ટક્કર મારતાં તે રોડ પર પડી ગયો હતો. જેથી તેમણે તેમની લેલન ગાડી રોડની સાઇડમાં ઉભી રાખી હતી અને ફોર વ્હીલ ગાડીના ચાલકે લેલન ગાડી સાથે ભટકાવતા તેમને ઇજા કરી થઈ હતી.