અમરેલી,તા.૦૬
દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્રના જંગલ વિસ્તાર અને રિસોર્ટ ફામ હાઉસમાં આવતા લોકો સિંહો સહિત વન્યપ્રાણીને પરેશાન ન કરે તે માટે અમરેલી જિલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડ્ઢઝ્રહ્લ રાજદીપ સિંહ ઝાલા દ્વારા વિશેષ પેટ્રોલિંગ રાખવા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૫ દિવસ સુધી ૨૪ કલાક વનવિભાગ પેટ્રોલિંગ કરશે. દરેક રેન્જ વિસ્તારમાં અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં રાતવાસો કરી પેટ્રોલિંગ કરશે. કર્મચારીઓ સ્ટાફ ઓફિસરો પેટ્રોલિંગમાં જોડાયા છે. ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં લોકો ગેરકાયદેસર પ્રવેશ ન કરે તેમજ લાઈન શો કે સિંહોની પજવણી ન કરે તે માટે તકેદારી રાખવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિઓ કોઈ લોકો ન કરે તે માટે ખાસ વિશેષ તકેદારીના ભાગરૂપે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.