અમરેલી જિલ્લામાં ૨૩ મે સુધી સભા-સરઘસ અને હથિયારબંધી કરતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. તેમજ પુતળા દેખાડવા સહિતની બાબતો પર મનાઈ ફરમાવવામાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામું અમરેલી જિલ્લાભરમાં ૨૩ મે સુધી અમલી રહેશે. જેમાં સભા-સરઘસ, હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની અને વાદ્ય વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જિલ્લામાં સભા અને સરઘસ કાઢવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની રહેશે. તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે મામલતદારની મંજૂરી લેવાની રહેશે. જિલ્લામાં જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.







































