અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદ ઉઠતા અમરેલી કલેકટરના માર્ગદર્શન અને સૂચના હેઠળ અમરેલી જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રીની અને રેવન્યુ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી નદીઓમાં દરોડા શરૂ કરવામાં આવ્યા છે. શેત્રુંજી નદીમાં અલગ અલગ સ્થળેથી રેતી ચોરી કરતા ૭ ટ્રેકટરો સહિત ૨૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગોખરવાળા ચાંપાથળ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાંથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ૩ ટ્રેક્ટર, રાજુલા નજીક ધાતરવડી નદીના પટમાંથી ૪ ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. ખાણખનીજ વિભાગ દ્વારા કુલ ૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણખનીજ વિભાગની કાર્યવાહીના પગલે ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.