અમરેલી જિલ્લામાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાથી આવા ઈસમો સામે પોલીસે લાલઆંખ કરી છે. દેશી દારૂના દુષણને નાથવા માટે પોલીસે કમર કસી છે ત્યારે જિલ્લામાં ત્રણ સ્થળોએ દેશી દારૂનો ધંધો કરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા મુકેશ લાલજી પરમારના કબજામાંથી પોલીસે પાંચ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. જયારે ખાંભા તાલુકાના કંટાળા ગામે અશોક બચુ રાઠોડ પોતાની મોટરસાયકલ પર ૧પ લીટર દેશી દારૂ લઈને જતો હતો જેથી દારૂ પ્યાસીઓ સુધી પહોંચે તે પહેલા પોલીસે ઝડપી લીધો હતો તેમજ જાફરાબાદના શિયાળબેટ ગામે નાનજી બીજલ શીયાળના રહેણાંક મકાનમાંથી બે લીટર દેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો.