અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પ્રાકૃતિક કૃષિના ૨૬૦ મોડલ ફાર્મ બનાવવામાં આવ્યા છે. આ ફાર્મમાં પ્રાકૃતિક ખેતીના આદર્શોને કેન્દ્રમાં રાખીને
પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ ખેડૂતોને આ મોડલ ફાર્મની વખતોવખત વિઝીટ કરાવવામાં આવે છે. જિલ્લામાં ૨૬૦ ખેડૂતોને મોડલ ફાર્મ માટે રૂપિયા ૩૫.૧૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આત્મા પ્રોજેકટ અમરેલી જિલ્લા નાયબ નિયામક મહેશ ઝીડે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને પ્રાકૃતિક
કૃષિ અંગે સમજણ મળે તે માટે મોડલ ફાર્મની વિઝીટ કરાવવામાં આવે છે. આ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશેના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન મળે છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા રૂપિયા ૩૫.૧૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવા માટે ખેડૂતોને રૂપિયા ૧૩,૫૦૦ની સહાય પણ આપી રહી છે. ખેડૂતોને ઘન જીવામૃત બનાવવા માટે પાકુ સ્ટ્રક્ચર, બેરલ, ડોલ વિગેરે ખરીદવા માટે આ સહાય આપવામાં આવે છે. અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૨૬૦ ખેડૂતોને રૂપિયા ૩૫.૧૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે.









































