અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં સવારમાં મતદાન શરૂ થતા પહેલા જ ૨૨ વીવીપેટમાં ટેકનીકલ ક્ષતિ દેખાઇ હતી. આવી જ રીતે કંટ્રોલ યુનિટની ચકાસણી કરતી વખતે ૯ મશીનમાં ટેકનીકલ ફોલ્ટ જોવા મળ્યો હતો. જયારે ૭ બેલેટ યુનિટમાં પણ આવી જ ખામી નજરે પડી હતી. મતદાનના આરંભ પહેલા જ આ ચકાસણી થતી હોય તુરંત બગડેલા મશીનોની જગ્યાએ નવા મશીનો લગાવી દેવાયા હતા. દરેક ઝોનલ અધિકારીને આવા બે-બે યુનિટ રીઝર્વમાં અપાયા હતા. જેને પગલે તે બદલવાની કામગીરી સમયસર થઇ શકી હતી. જો કે આના કારણે મતદાનની પ્રક્રિયા પર કોઇ અસર પડી ન હતી. આ જુદીજુદી મશીનરીઓમાં અલગ અલગ ૧૬ પ્રકારની એરર આવી શકે છે. જા કે મતદાન પૂર્વે જ વીવીપેટ બદલી નાખવામાં આવતા મતદાનમાં કોઈ અડચણ આવી નહોતી.