લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્રએ મતદારોને જાગૃત કરવા વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી. રાજુલા તાલુકા ખાતે માર્કેટિંગ યાર્ડ તેમજ બસ સ્ટેન્ડ ખાતે ફ્લેશ મોબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની
પ્રવૃત્તિઓ, મતદાન જાગૃતિ નાટક કાર્યક્રમ, સિગ્નેચર કેમ્પેઇન, મતદાન સેલ્ફી પોઇન્ટ તેમજ મતદારોને મોબાઈલ ફ્લેશ શપથ લેવડાવવામાં આવ્યા હતા. ધારી તાલુકાના અમૃતપુર, રામપુર, સાવરકુંડલાના દોલતી, ભમ્મર, લીલીયા તાલુકાના કણકોટ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલી સ્થિત સ્માર્ટ બજાર ખાતે ચૂંટણી ફરજ પરના અધિકારીઓના અધ્યક્ષસ્થાને ફ્લેશ મોબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીમાં રન ફોર વોટ કાર્યક્રમમાં શહેરના મુખ્ય માર્ગો પરથી રેલી પસાર થશે. મતદાન જાગૃતિ અન્વયે કબડ્ડી ટૂર્નામેન્ટ યોજાશે. ખાંભા-રાજુલાના ભાણિયા, ગીદરડી, ભેરાઇ અને વાવડી ગામે શ્રમિકોને મતદાનનું મહત્વ સમજાવી અન્ય નાગરિકોને પણ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.