અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરીએ અમરેલી જિલ્લામાં પોલીસ અને ભાજપના નેતાઓની મિલીભગતથી જ માથાભારે શખ્સો દ્વારા બેફામ દારૂનું વેચાણ અને રેતી ખનનના કાર્યો થઇ રહ્યાના ગંભીર પ્રકારના આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મનીષભાઈ ભંડેરીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં પોલીસના નાક તળે બેફામ દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને પોલીસ દારૂ વેચવાવાળાને બદલે દારૂ પીવાવાળાને પકડીને પોતાની શૂરવીરતા સાબિત કરી રહી છે. પોલીસે કડક કાર્યવાહી કરી દારૂના વ્યસનથી બરબાદ થતા ઘરોને બચાવવા જાઇએ. જિલ્લામાં રેતીનું ખનન પણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. જેમાં પણ ખાણ-ખનીજ ખાતુ અને પોલીસ ખાતુ મૂક પ્રેક્ષક બનીને માત્ર જાઇ રહ્યા છે.