અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી ૮ ખેલીને ૯૨૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. જ્યારે બે જુગારી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામેથી અજયભાઇ કેશુભાઇ વિંછીયા, દેવેન્દ્રભાઇ જીલુભાઇ ખુમાણ, સજુભાઇ મનુભાઇ દલ તથા અબ્દુલભાઇ બાઉદિનભાઇ દલ નાળ જવાના રસ્તે દેવીપૂજકવાસની પાછળના ભાગે આવેલ ખેતર પાસેના વાડામાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમતા રેઇડ દરમિયાન રોકડા રૂ.૫૫૬૦ સાથે ઝડપાયા હતા. જ્યારે કિશનભાઇ મનાભાઇ કલાણીયા અને કાળુભાઇ નનુભાઇ વાઘેલા ફરાર થઈ ગયા હતા. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એમ. મેર વધુ તપાસ કરી રહ્યા છે.
ખાંભાના ડેડાણ ગામેથી જયંતિભાઇ નાનજીભાઇ જોળીયા, રસીકભાઇ નરશીભાઇ ચૌહાણ, દેવરાજભાઇ બાલુભાઇ ખસીયા તથા રવજીભાઇ વાઘાભાઇ મકવાણા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૩૭૦૦ સાથે ઝડપાયા હતા. પોલીસ વધુ તપાસ કરી રહી છે.