અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી પાંચ મહિલા સહિત ૧૪ જુગારીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ધુંધવાણા ગામેથી દડુભાઇ રાણાભાઇ ધાપા, વેલજીભાઇ લાખાભાઇ કવાડ, ભરતભાઇ કરશનભાઇ ભીલ, ધર્મેશભાઇ મનુભાઇ ધાપા, મનુભાઇ રાણાભાઇ ધાપા, ભરતભાઇ બાલુભાઇ વાળા, ગંભીરભાઇ જીવરાજભાઇ સોલંકી, અર્જુનભાઇ વેલજીભાઇ કવાડ ઉવ.૨૨, ભોપાભાઇ રામજીભાઇ બલદાણીયા ગંજીપત્તાના પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૧,૮૦૦ સાથે ઝડપાયા હતા. જ્યારે બાબરામાં કરિયાણા રોડ પરથી પાંચ મહિલાઓ જાહેરમાં ગોળ કુંડાળુ વલીને પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતાં રોકડા ૪૦૪૦ સાથે ઝડપાઈ હતી. પોલીસે કુલ મળીને ૧૫,૮૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.