અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા રેતી માફિયાઓ પર લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લામાં બે સ્થળેથી મળી ૨૦ ટન રેતી સહિત ૨૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સરંભડા ગામેથી રાજુભાઇ દુદાભાઇ દાફડા (ઉ.વ.૪૨) ડમ્પરમાં ચાર ટન રેતી ભરીને લઈ જતાં ઝડપાયા હતા. પોલીસે રેતી સહિત ૩,૫૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચક્કરગઢ દેવળીયા ગામ પાસે આવેલ શેંત્રુજી નદીના પટ્ટમાંથી રોહનભાઈ માધડ, અશ્વીનભાઈ માધડ, પ્રકાશભાઈ પરમાર, સુનીલભાઈ જાદવ, કમલેશભાઈ શિગાડ, દીનેશભાઇ માધડ તથા અમરશીભાઇ માધડ નામના ઇસમો નદીના પટમાં અલગ અલગ જગ્યાએથી ૧૬ ટન રેતી સાથે ઝડપાયા હતા. પોલીસે તગારા, પાવડા, રેતી, ૭ ટ્રેકટર-ટ્રોલી મળી કુલ ૧૭,૫૮,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને સ્થળેથી મળી ૨૧,૧૦,૦૦૦ રૂપિયાનો માલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.