અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી ૧૩ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. તરવડા ગામેથી ૩ લીટર અને ધારીના સરસીયા જવાના રસ્તેથી ૧૦ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. અમરેલીમાંથી બે તથા વડેરા, બાબાપુર અને સાવરકુંડલામાંથી એક-એક મળી કુલ પાંચ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં પકડાયા હતા.