અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી છ ટન રેતી ચોરી ઝડપી હતી. બાબરા-કરિયાણા રોડ પરથી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સવજીભાઈ ઉર્ફે દામજીભાઈ વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૬૨) ટ્રેક્ટરની ટ્રોલીમાં ચાર ટન રેતી ભરીને લઈ જતા ઝડપાયા હતા. પોલીસે રેતી, ટ્રેક્ટર-ટ્રોલી સહિત ૨,૫૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.પાનસુરિયા વધુ તપાસ કરી રહ્યા છે. ગાવડકા ગામેથી મહીપતભાઈ બાવકુભાઈ વાળા (ઉ.વ.૨૫) ટ્રેકટર-ટ્રોલીમાં બે ટન રેતી ભરીને લઈ જતાં ઝડપાયા હતા. તેમની પાસેથી ૨,૫૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે બંને પાસેથી મળી છ ટન રેતી સહિત ૫,૦૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.