અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી આઠ જુગારીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે બે ઇસમો પોલીસને જોઈ નાસી ગયા હતા. પીપાવાવ ગામની ઝોલાપરી નદીના પટમાં પુલ  નીચેથી કનુ ગુજરીયા, ભીમ સાંખટ, મંગા બારૈયા, પુના સાંખટ, ભોળા સાખંટ નામના ઈસમો નદીમાં ખુલ્લા પટમાં જુગાર રમતાં રોકડા રૂ.૧૦,૧૪૦ સાથે પકડાયા હતા. જ્યારે કરિયાણા ગામેથી સોમા ડાભી, બીસુ ધાધલ, રાજુ જતાપરા રૂ.૨૪૯૦ રોકડા સાથે પકડાયા હતા, જ્યારે બે શખ્સો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા સહિત ૨૫૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.