અમરેલી જિલ્લામાં મોબાઈલ ચોરીની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ છાશવારે મોબાઈલ ચોરી થઈ રહ્યાં છે. જા કે ઘણા કિસ્સામાં મોબાઈલ પોલીસની સમયસુચકતાથી પરત પણ મળી જાય છે. આવા કિસ્સામાં ફરી એકવાર ખાંભાના ઈસમનો મોબાઈલ ચોરી થઈ જતા તેમણે ફરિયાદ નોંધાવી છે. સહદેવભાઈ દેવસીભાઈ જાગદીયાનો રીયલમી કંપનીનો મોબાઈલ ચોરી થઈ જતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ એ.એમ.માંજરીયા તપાસ ચલાવી રહ્યાં છે. જયારે જામકા ગામે પણ લગ્નપ્રસંગ હોય ફરીયાદી રેણુકાબેન બધાભાઈ જાલાપરાનો મોબાઈલ ફોન કિ.રૂ.૧ર,પ૦૦ કિંમતનો ચોરાઈ જતા ફરીયાદી મહિલાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.