અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને
જાગૃત કરવાની વિવિધ
પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રકારની મતદાન
જાગૃતિ પ્રવૃત્તિઓના આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો. મહિલાઓએ મતદાન જાગૃત્તિ માટે ‘વોટ ફોર ઇન્ડિયા’, ‘૭ મે, ૨૦૨૪ – મતદાન કરીએ’, ‘ભારત દેશનો મહા તહેવાર – મતદાન કરો’, ‘મેરા મત મેરા અધિકાર’, ‘મતદાન મેરા અધિકાર વોટ પ્લીઝ’, ‘મતદાન – દેશ કા મહાન ત્યૌહાર’ જેવા વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મૂકાવીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ પૂરો પાડ્‌યો હતો. આ તકે મહિલાઓએ પણ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી મતદાનના કરાવવાના શપથ લીધા હતા.