અમરેલી જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ વધી રહી છે. જેથી આ પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસે કમર કસી છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક હાથે કામ લેવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેથી અમરેલી એલસીબીએ પ્રોહિબિશન પ્રવૃત્તિ કરતા ભરતસિંહ રાજાભાઈ પરમારને ઝડપી પાડયા બાદ તેને પાસા હેઠળ મોકલવા માટે જિલ્લા કલેકટરને દરખાસ્ત મોકલવામાં આવતા કલેકટરે પાસાનું વોરંટ ઈસ્યુ કરતા પોલીસે આ શખ્સને પાસા તળે મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપ્યો છે.