અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ, સેવન તથા વહન અટકાવવા આજે વહેલી સવારે સ્પેશ્યલ ભઠ્ઠી અંગેની ડ્રાઇવનું આયોજન કરી આ પ્રકારના ગુના આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે કુલ ૬૬ કેસો શોધી કાઢ્યા છે. તેમજ વિદેશી દારૂની બોટલ મળી આવતા તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ ર૦૦ લિટર દેશી દારૂ, ૯૦૮ લિટર આથો મળી કુલ ૧૩,૧૩૮નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ કુલ ૪૪ આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.