જિલ્લામાં છેલ્લા બે દિવસથી પીધેલી હાલતમાં વાહન ચલાવનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઇકાલે પણ અનેક સ્થળોએ પોલીસે વાહન ચાલકોને અટકાવી ચેકીંગ કરી પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કડક પગલા લેતા ફફડાટ ફેલાયો છે. બગસરા પોલીસે ચેતન વાઘેલા નામના શખ્સને નશાની હાલતમાં અને ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવતા પકડી પાડ્યો હતો. જ્યારે ખાંભા પોલીસે ખડાધાર ચેકપોસ્ટ પરથી ભાવિન સોલંકી નામના શખ્સને પીધેલી હાલતમાં કાર ચલાવતા પકડ્યો હતો. જ્યારે લાઠીના કાચરડી ગામે અલ્પેશ સીંધવ નામના શખ્સ પાસેથી દારૂ ઝડપાયો હતો.