અમરેલી જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા પોલીસ સતત કાર્યવાહી કરી છે. જિલ્લામાં પોલીસે દેશી દારૂની ચાર ભઠ્ઠી પર રેઇડ કરીને દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં છ સ્થળેથી દેશી દારૂ બનાવવાનો ૨૨૫ લીટર આથો મળ્યો હતો. અમરેલી જિલ્લામાં છ મહિલા સહિત ૧૪ લોકો પાસેથી દેશી દારૂ મળ્યો હતો. જાફરાબાદ અને સાવરકુંડલામાંથી બે-બે, બગસરા, ધુંધવાણા,ધારી, કોટડાપીઠા, ચલાલા, અમરેલીમાંથી એક-એક મળી કુલ ૧૦ ઈસમો પીધેલી હાલતમાં ફરતાં મળી આવ્યા હતા.