અમરેલી જિલ્લામાંથી પોલીસે જુગારની બદીને દૂર કરવા તંત્રને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે. જે અનુસંધાને પોલીસે ત્રણ સ્થળેથી ૧૫ જુગારી અને વરલી મટકાનો જુગાર રમાડતાં શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ભીંગરાડ ગામે તળાવના કાંઠેથી પાંચ જુગારી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૧૦,૧૧૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એસ.જે.કટારીયા વધુ તપાસ કરી રહ્યા છે. લીલીયાના લોકી ગામે મફત પ્લોટ વિસ્તારમાંથી ચાર જુગારી સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતાં રોકડા રૂ.૩૦૧૦ સાથે રેઇડ દરમિયાન મળ્યા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સી.બી.ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં જેસીંગપરામાં રામપરા શેરી નં-૫માંથી છ જુગારી રૂ.૧૧,૨૨૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યુવરાજભાઈ અનકભાઈ વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં હિરામોતી ચોક પાસેથી કાળુભાઈ બાલુભાઈ સોહલીયા (ઉ.વ.૫૩) આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમી-રમાડી રોકડા રૂ.૧૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. આરોપી હિરા ઘસવાનું કામ કરતો હોવાનું જાહેર થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યુવરાજભાઈ અનકભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.