અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળે રેઇડ પાડીને ૧૬ જુગારીને ઝડપી લીધા હતા, જ્યારે બે ફરાર થઈ ગયા હતા. મોટા આંકડીયા ગામે બસસ્ટેન્ડ પાસે જાહેર બજારમાં જુગાર રમતાં ચાર ઈસમો રોકડા રૂ.૩૭,૫૦૦ તથા ચાર મોબાઇલ મળી કુલ રૂ.૫૭,૫૦૦નાં મુદ્દામાલ સાથે પકડાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જે.કે.બલદાણીયા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં બેટીયાવાસ શેરીમાં જાહેર રસ્તા ઉપરથી ત્રણ ઇસમો તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૫૩૫૦ તથા બે મોબાઇલ મળી કુલ રૂ.૧૭,૮૫૦ ના મુદામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા, જયારે બે ઇસમો ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઇ યાસીનભાઇ તપાસ કરી રહ્યા છે. બાબરાના લાલકા ગામેથી નવ ઇસમો ગંજી પત્તાના પાના તથા પૈસાથી હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૩,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.