જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૧૧ જુલાઇ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. આ ઉપરાંત જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પ્રતિબંધિત છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજા અને દંડને પાત્ર છે.