અમરેલી જિલ્લાના તાર ફેન્સીંગ યોજનામાં પૂર્વ મંજૂરી મેળવેલા કુલ ૧૦૧૩ લાભાર્થી ખેડૂતોને નક્કી સમયમર્યાદામાં સહાયના દસ્તાવેજો રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાના વિસ્તાર અધિકારી (ખેતી) અને ગ્રામસેવકને નિયત ડિઝાઇન તથા સ્પેસિફિકેશન મુજબ ૬૦ દિવસમાં તાર ફેન્સીંગનું કામ પૂર્ણ કરી, જી.એસ.ટી.વાળા અસલ બિલો સહિત જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. સરકારના નિયમો પ્રમાણે ૩૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા કચેરીએ ક્લેમ ન પહોંચે તો પૂર્વ મંજૂરી રદ્દ ગણાશે અને અરજી ફાઈલ થશે. આ બાદ કોઈ દાવો માન્ય નહીં ગણાય. ખેડૂતોને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની જિલ્લા ખેતીવાડી અધિકારી, અમરેલી દ્વારા અપીલ કરવામાં આવી છે.