અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે ૭૨ ઈસમોને પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં લથડિયા ખાતાં ઝડપીને કાર્યવાહી કરી હતી. આંબરડી, જાફરાબાદ, વઢેરા, મોટા જીંજુડા, ચાંચ, ખેરા, શિયાળ બેટ જેટી, ડુંગર, દાતરડી. જોલાપર ગામના પાટીએ, કેરાળા, લાઠી, બાઇ દુધાળા, વેકરિયા, ધારી, ડેડાણ, ખાંભા, વંડા, જાફરાબાદ, સાવરકુંડલા, રાજુલા, હિંડોરણા, ચલાલા, ટીંબી ચેક પોસ્ટ, લીલીયા, ભેંસાણ, સનાળીયા, બાબરા, ગમા પીપળીયા, અમરેલીમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં લોકો મળી આવ્યા હતા. ઘાંડલા ગામેથી રત્ન કલાકાર મોપેડ પર કેનમાં ચાર લીટર દેશી દારૂ લઈને જતાં ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી ૧૫,૦૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સિવાય અન્ય સાત સ્થળેથી ૨૫ લીટર દેશી દારૂ મળ્યો હતો.