અમરેલી તાલુકાના સુરગપરા ગામે થોડા દિવસ પહેલા શ્રમિક પરિવારની દોઢ વર્ષીય બાળકી આરોહી રમતા-રમતા બોરવેલમાં પડી ગઈ હતી. વહીવટીતંત્ર દ્વારા બાળકીને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવા છતાં બાળકી બચી શકી નહોતી. આ ઘટનામાં અમરેલી તાલુકાના સુરગપરા ગામમાં ૪ દિવસ પહેલા બોરવેલમાં દોઢ વર્ષની બાળકી પડી જવાના મામલે તપાસ દરમ્યાન બહાર આવ્યું કે બોરવેલ ઉપર પહેલા પથ્થર મુક્યા હતા જે કેટલાક બાળકોએ આ પથ્થર બોરવેલ ઉપરથી હટાવી દેવાના કારણે આ દુર્ઘટના બની હતી. આ ઉપરાંત હવે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે અમરેલી જિલ્લા કલેકટર અજય દહીયા દ્વારા મહત્વની નિર્ણય લીધો છે. ચાલુ બોરવેલ, બંધ બોરવેલ અને નવા બોરવેલની ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં નોંધણી થાય તે માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીન હોય તો ચીફ ઓફિસરના લેવલે બોરની નોંધણી કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસરની નિમણૂક કરાશે અને તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. અહીં જે નોંધણી કર્યા બાદ જિલ્લા કક્ષાએ વર્ગ એકના અધિકારીની નિમણૂક કરવામાં આવશે જેથી ભયનજક બોરવેલની નોંધણી થાય જેથી આ પ્રકારની દુર્ઘટના ફરીવાર ન બને તેવી સૂચના આપવામાં આવી છે ઉપરાંત જે અમરેલીમાં ઘટના બની તે સમયે એક બાળકી નહિ અન્ય બાળકો પણ હતા અને હાલ તે દિશામાં આગળ તપાસ ચાલી રહી છે.
અમરેલી કલેકટર અજય દહીયાએ કહ્યું બોરવેલ હતો તે જૂનો બોરવેલ હતો. બોરવેલ ઉપર પથ્થર હતો પણ બાળકો રમતા હતા તે બાળકોએ પથ્થરો હટાવ્યા હતા તેના કારણે આ દુર્ઘટના બની હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ગ્રામ્ય કક્ષાના બોરવેલ માટે ગ્રામ પંચાયતમાં નોંધણી કરવી પડશે, નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખેતીવાડીના બોરવેલ માટે નગરપાલિકામાં ચીફ ઓફિસર નોંધણી કરશે. ગામડામાં તમામ દેખરેખ માટે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણૂક કરાશે. જિલ્લામાં મોનીટરીંગ માટે જિલ્લા કક્ષાએ વર્ગ એકના અધિકારીની નિમણૂક કરવામાં આવશે. તમામ પ્રકારના ભયનજક બોરવેલ છે તેની નોંધણી થાય, ભવિષ્યમાં સલામતી રીતે રહે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે વાડીનું ભાગીયુ રાખનાર ખેડૂત સામે કલમ ૩૦૪ મુજબ લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ત્યારે કલેકટરની આ સજાગતાને કારણે આવનારા દિવસોમાં ચાલુ-બંધ બોરની નોંધણી અમરેલી જિલ્લામાં આવા અકસ્માતોને રોક લગાડશે.