લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ), ડીજેબીએસ ફાઉન્ડેશન, શીતલ સેવા ટ્રસ્ટ તથા દર્શન આંખની હોસ્પિટલ જેવી સેવાકીય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલાના સહયોગથી જિલ્લામાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવાન બનાવવાના અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાન પ્રોજેક્ટ ચેરમેન મૃણાલભાઇ ગાંધીની દેખરેખ તથા માર્ગદર્શન હેઠળ ચલાવાશે.
ચક્ષુદાન તથા આંખ ચેકઅપના કાર્યક્રમના પ્રારંભે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ દિનેશભાઇ કાબરીયા, મંત્રી વિજયભાઇ વસાણી, ખજાનચી અરૂણભાઇ ડેર તથા ઉપÂસ્થત તમામ મેમ્બર્સે ચક્ષુદાન વસિયત ફોર્મ દ્વારા ચક્ષુદાન સંકલ્પ આપી આ સેવાકાર્યની શરૂઆત કરી હતી. ચક્ષુદાન અભિયાનની સાથે દર્શન હોસ્પિટલના સંચાલક ડો. હરીશ ગાંધી દ્વારા સ્વ. પ્રબોધરાય ગાંધીના સ્મરણાર્થે બાળકો માટે વિનામૂલ્યે આંખ ચેકઅપ માટેના કાયમી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. દર્શન હોસ્પિટલ દ્વારા દર ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર કલાક સુધીમાં બાળકોની આંખોને લગતી તકલીફોનું નિદાન, માર્ગદર્શન અને સારવાર કરવામાં આવશે. આ કેમ્પની શરૂઆત બહેરા-મૂંગા શાળાના બાળકોના નિદાન સાથે કરાઇ હતી.
આ કાર્યક્રમમાં ડો. પી.પી. પંચાલ, ડો. પટેલ, ડો. તુષાર બોરાણીયા, ડો. હિતેશભાઇ ગાંધી, ડો. હીનાબેન ગાંધી, ઉદ્યોગપતિ પંકજભાઇ પરીખ, જીતુભાઇ વેકરીયા, રેડક્રોસ સાવરકુંડલા બ્રાન્ચના મેહુલભાઇ વ્યાસ, ડીજેબીએસ ફાઉન્ડેશન શીતલ સેવા ટ્રસ્ટના ભૂપતભાઇ ભુવા, રઘુભાઇ, રાકેશભાઈ નાકરાણી, સંજયભાઇ રામાણી, જયસુખભાઇ સોરઠીયા, વિવેકભાઈ વસાણી સહિતનાઓ ઉપÂસ્થત રહ્યા હતા.