અમરેલી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના વારસદારોને સહાય ચૂકવવાની કામગીરી શરૂ છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં આવેલી કુલ ૬૪ર અરજીઓ પૈકી ર૯પ અરજીઓને માન્ય રાખી આ અરજદારોને રૂ. પ૦ હજાર લેખે કુલ રૂ. ૧.૪૭ કરોડ ચૂકવાઇ ગયા છે. બાકીની ૩૪૭ અરજીઓ અમાન્ય રાખવામાં આવી છે.
જિલ્લામાં હજુ પણ અનેક લોકો કે જેમના સંબંધી કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેઓ અરજી કરવા માટે આમથી તેમ દોડી રહ્યા છે. પરંતુ અરજી પ્રક્રિયામાં શું શું ડોક્યુમેન્ટ જાડવાના વગેરેની જાણ ન હોવાથી ધક્કા ખાઇને આખરે થાકી જઇ સહાય મેળવવાની આશા છોડી દીધી હોય તેવા પણ બનાવો સામે આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય ચૂકવવાની કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે અને હજુ પણ અનેક લોકો સહાય મેળવવા અરજી કરી રહ્યા છે.