અમરેલી જિલ્લામાં દારૂડીયાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે આમ છતાં અમુક ઈસમોને પોલીસનો જાણે કંઈ જ ડર ન હોય તેમ બિન્દાસ્ત દારૂ પી જાહેરમાં છાકટા બની ગાડી ચલાવતા હોય છે. દારૂના નશામાં કોઈની જીંદગી જાખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાથી પોલીસે આવા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ધારીના શેલ ખંભાળીયા ગામે રહેતા બીચ્છુભાઈ ભાભલુભાઈ વાળા કેફી પીણુ પી વાહન ચલાવતા હોવાથી પોલીસે તેને ઝડપી પાડયો હતો. રાજુલાના ચાંચ ગામે રહેતા કિશોર ઝંડુરભાઈ ગુજરીયા નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા હોવાની પોલીસને જાણ થતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. આમ, જિલ્લામાં નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરતા દારૂડીયાઓમાં ફફડાટ ફેલાયો છે.