અમરેલી જિલ્લામાંથી પોલીસે ૫ લોકોને કેફી પીણું પીને જાહેરમાં ફરતા ઝડપી પાડ્‌યા હતા. ખડાધાર ચેક પોસ્ટ પરથી બે, ચમારડી, વાંકીયા અને અમરેલીમાંથી એક-એક મળી પાંચ ઇસમો નશાની હાલતમાં પકડાયા હતા. બાબરા, લીલીયા અને અમરેલીમાંથી એક-એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા મળી આવ્યા હતા. જિલ્લામાં છ જગ્યાએથી ૩૦ લીટર દેશી દારૂ મળ્યો હતો.