અમરેલી જિલ્લામાં આજરોજ પૂ.ભોજલરામ બાપાની
ર૩૯મી જન્મજયંતિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના બગસરા, લાઠી, બાબરા, સાવરકુંડલા, લીલીયા સહિતના ગામોમાં પૂ.ભોજલરામ બાપાની ર૩૯મી જન્મ જયંતિ ઉજવવા માટે અનેરો થનગનાટ જાવા મળી રહ્યો છે. અમરેલી નજીક આવેલા ફતેપુર ગામ સહિત સમગ્ર જિલ્લો ભક્તિના રંગમાં રંગાયો છે. પૂ.ભોજલરામ બાપાની ર૩૯મી જન્મ જયંતિના દિવસે અમરેલીમાં ભોજલરામ મંદિર ખાતે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. પૂ.ભોજલરામ બાપાની ર૩૯મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય તે માટે જિલ્લાના ગામોમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહાઆરતી, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અમર ડેરી દ્વારા અમરેલી શહેરમાં ભોજલરામ મંદિરે રાજકિય આગેવાનો અને શહેરીજનોની હાજરીમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.