જિલ્લામાં આગામી તા.૨૮ નવેમ્બર,૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરુ છે. તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે. મતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામ, વિગત, ફોટો અચૂક ચકાસી લેવા, જરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી. નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ, www.voterprotal.eci.gov.in, www.nvsp.in પોર્ટલ ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરવો. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત તા.૧૭ નવેમ્બર,૨૦૨૪ને રવિવાર, તા.૨૩ નવેમ્બર,૨૦૨૪ને શનિવાર, તા.૨૪ નવેમ્બર, ૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સંબંધિત વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવો. મતદારયાદીમાં નાગરિક-મતદાતાના નામ સાથે આધાર લીંક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. મતદાનનો અધિકાર પ્રાપ્ત કરવા, મતદાર યાદીમાં નામ નોંધણી ભૂલશો નહીં, મતદાનનો મોકો ચૂકશો નહીં.