આગામી દિવસોમાં તા.૦૭.૦૯.૨૦૨૪થી ગણપતિ મહોત્સવ તહેવાર હોય સાથે તા.૧૬.૦૯.૨૦૨૪ના રોજ ઇદ-એ-મિલાદનો તહેવાર છે. આથી અમરેલી જિલ્લામાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જરુરી મનાઈ ફરમાવતું જાહેરનામું અમરેલી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની અથવા કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત છે. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવાની કે, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.