અમરેલી જિલ્લાના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત છે. જિલ્લામાં વાહન અકસ્માતની વધુ ત્રણ ઘટના નોંધાઈ હતી. જેમાં બે ફોર વ્હીલની ટક્કરમાં એકનું મોત થયું હતું. જૂનાગઢના વિસાવદરના ભલગામ ખાતે રહેતા મનસુખભાઈ જીવરાજભાઈ હીરપરા (ઉ.વ.૬૯) એ જીજે-૧૪-બીસી-૦૩૭૫ નંબરના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો ભાઈ રમણીકભાઈ માણેકવાડા બીલખા ચોકડીથી આગળ ઈંટોના ભઠ્ઠા પાસેથી પસાર થતા હતા ત્યારે ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ધારીના દલખાણીયા ગામે રહેતા લાલજીભાઈ દેવાભાઈ રાઠોડ (ઉવ.૪૪)એ જીજે-૦૧-આરઝેડ-૬૬૨૪ નંબરની ફોર્ચ્યુનર ફોરવ્હીલના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, દેવળા અને નાગધ્રા ચોકડી વચ્ચે આરોપીએ તેની કાર જીજે-૧૧-એબી-૨૭૨૬ નંબરની સેન્ટ્રો સાથે અથડાવી હતી. જેમાં એકનું મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. વડિયાના ઈશ્વરીયા ગામે રહેતા મંગળુભાઈ વાલેરાભાઈ વાળા (ઉ.વ.૪૦)એ જીજે-૦૩-એટી૦૦૭૦૮ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેનો ટ્રક પૂરઝડપે ચલાવી ઈકો કાર નંબર જીજે-૦૨-બીડી-૬૨૯૬ સાથે ભટકાવ્યો હતો. જેમાં મુંઢ ઈજા થઈ હતી.