અમરેલી જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
ધારીના વીરપુર ગામે રહેતા જયદિપભાઇ સુમાતભાઇ માંજરીયાએ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા સાહેદ તેમના હવાલાવાળું મોટર સાઇકલ લઇને ધારીથી ગઢીયા ગામે જતા હોય તે દરમ્યાન વીરપુર અને માધુપુર ગામ વચ્ચે પહોંચતા સામેથી એક અજાણ્યા મોટર સાઇકલનો ચાલક પોતાના હવાલાની મોટર સાઇકલ રોંગ સાઇડમાં આવી ટક્કર મારતાં ઈજા થઈ હતી.
બીજા બનાવમાં સુરતમાં રહેતા નયનભાઇ શંભુભાઇ ગોળકીયા (ઉવ.૩૪)એ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઇ પોતાનુ ટુ વ્હીલર લઇને જતા હતા ત્યારે તાલાળી ગામથી સનાળી ગામે જવાના રસ્તે રોડ ઉપર સનાળી ગામની હદમાં પાસે પહોચતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી લઇ આવી પાછળથી ભટકાડી હતી. જેમાં તેના ભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.
અકસ્માતના ત્રીજા બનાવમાં વડીયાના ખાખરીયા ગામે રહેતા નારણભાઈ ચનાભાઇ ગાંભવા (ઉ.વ.૬૬)એ જાહેર કર્યા મુજબ, તેઓ વડીયાથી તેમનુ કામકાજ પૂર્ણ કરી તેમનધા ઘરે ખાખરીયા ગામે જતા હતા ત્યારે મોરવાડા ગામના પાટીયા નજીક ઓટો રીક્ષા ચાલકે ટક્કર મારતાં ફ્રેક્ચરની ઈજા થઈ હતી.









































