અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂડીયાઓ પર કડક કાર્યવાહી છતાં જાહેરમાં દારૂડીયાઓ ડીંગલ કરતા નજરે પડે છે. અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૬ ઈસમોને પાસ પરમીટ વગર કેફી પીણું પીને જાહેરમાં ફરતા ઝડપી પાડ્‌યા હતા. અમરેલી શહેરમાંથી બે, સુવાગઢ ગામે બસ સ્ટેન્ડ પાસેથી બે, મોટા જીંજુડા અને જાફરાબાદ સામાકાંઠામાંથી એક-એક મળી છ ઈસમો ઝડપાયા હતા. જિલ્લામાં ત્રણ ઈસમો પાસેથી ૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.