અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૪ ઈસમોને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી પાડ્‌યા હતા. વડીયા અને સાવરકુંડલામાંથી ૩-૩ ઈસમો નશાયુક્ત હાલતમાં ઝડપાયા હતા. બગસરાના સમઢીયાળા ગામ નજીકથી એક લીટર, ખારા ગામેથી ૫ લીટર તથા સાવરકુંડલામાંથી ૫ લીટર મળી કુલ ૧૧ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.