અમરેલી જિલ્લામાંથી પોલીસે ૧૦૪ શરાબીને લથડિયા ખાતાં ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. લાઠી, મજાદર ગામના પાટીએ, જોલાપર ગામના પાટીએ, બગસરા, ખાંભા, ચાંચ, ખડાધાર, વિકટર, જાફરાબાદ, કોવાયા, વઢેરા, રાંઢિયા, રાજસ્થળી, સાવરકુંડલા, લીલીયા, પુંજાપાદર, મોટા જીંજુડા, વડિયા, મોટી કુંકાવાવ, દામનગર, રાજુલા, દુધાળા ચેક પોસ્ટ, ધારી, વંડા, શેલણા, ટીંબી ચેક પોસ્ટ, બાબરા, લુણકી, કોટડાપીઠા, અમરેલી સહિતની જગ્યાએથી પીધેલા પકડાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશન બહારથી, દુધાળા ગામે મધુવન હોટલ પાસેથી, ચલાલા-ખાંભા રોડ તથા ખાંભા રોડ મઢુલી ચેક પોસ્ટ પાસેથી પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં ચાર ઇસમો
મળ્યા હતા.