અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૯૦ ઇસમોને પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. જેમાથી બે ઇસમો અમદાવાદના નિકોલ વિસ્તારના હતા. મોરવાડા, દામનગર, છભાડીયા, ડુંગર, અકાળા, જાનબાઈ દેરડી, શિયાળબેટ, વિકટર, કોવાયા, વઢેરા, જાફરાબાદ, દુધાળા ચેક પોસ્ટ, સાવરકુંડલા, ચલાલા, ડેડાણ, માલકનેસ, બાબરા, ભીલડી, બગસરા, લીલીયા, આંબા, પાંચ તલાવડા, ખાંભા ટી પોઈન્ટ, પીઠવડી, મોટા જીંજુડા. ટીંબી ચેક પોસ્ટ, વંડા, શેલણા, જેજાદ, રાજુલા અને અમરેલીમાંથી નશાયુક્ત હાલતમાં ફરતા ઇસમો પકડાયા હતા. જાફરબાદમાં મોચીવાડમાં એક મહિલાના ઘરેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે અહીંથી ૨૯૩૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં ત્રણ મહિલા સહિત આઠ લોકો પાસેથી દારૂ મળ્યો હતો.