અમરેલી જિલ્લામાંથી પોલીસે નશામાં મદમસ્ત થઈને ફરતાં ૧૪ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જાફરાબાદ, ચલાલા, પીપળવા, વીરડી, અમરેલી, રોહીસા, લાઠી, ખાંભા, વાવડા ગામેથી આ ઇસમો પકડાયા હતા. રોહિસા અને શીયાળબેટ ગામેથી એક-એક મહિલા કુલ છ લીટર પીવાના દેશી દારૂ સાથે પકડાઈ હતી.