અમરેલી જિલ્લામાંથી પોલીસે નશામાં ચૂર થઈને ફરતાં ૧૧ ઈસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. મોટા રીંગણીયાળા, જાફરાબાદ, વડીયા, પાંચ તલાવડા, છાપરી, ગોરડકા, અમરેલીમાંથી આ ઇસમો ઝડપાયા હતા. લાઠીનો રહેવાસી એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ટુ વ્હીલ ચલાવતાં ચાવંડમાંથી પકડાયો હતો.