અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૪૬ શરાબીને ઝડપી લીધા હતા. બગસરા, લાઠી, વંડા, જાફરાબાદ, પીપળવા, લીલીયા, ખારા, દુધાળા, હિરાવા, કાચરડી, નાના જીંજુડા, નેસડી, ભમ્મર, વડિયા, મોટા ઉજળા, સાવરકુંડલા, અમરેલીમાંથી મળી ૪૬ જુગારીઓ ઝપટે ચડ્‌યા હતા. સેંજળ ગામે રહેતા એક વ્યક્તિ પાસેથી ૨૦ લિટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો ૩૦૦ લિટર આથો સહિત ૧૦૫૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ મળ્યો હતો. કોટડાપીઠા ગામેથી છકડામાં થતી દેશી દારૂની હેરફેર ઝડપાઈ હતી. પોલીસે છકડો સહિત ૫૦,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આ સિવાય ત્રણ સ્થળેથી ૭ લિટર દેશી દારૂ મળ્યો હતો.