અમરેલી જિલ્લામાં પોલીસ સતત શરાબીઓ પર સકંજો કસી રહી છે. ૩૧ ડિસેમ્બર નજીક આવતાંની સાથે જ પોલીસે ચેકિંગ સઘન બનાવ્યું છે. જિલ્લામાં ચલાલામાંથી ત્રણ, જાફરાબાદ બંદર ચોક, વઢેરા બસ સ્ટેન્ડ, લાઠી, મીઠાપુર ગામ, ભાડા ગામેથી એક-એક મળી કુલ આઠ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસ ઝપટે ચડ્‌યા હતા.