અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૮ શરાબીઓને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પૂજાપાદર ગામેથી બે તથા જાફરાબાદ, મોટાજિંજુડા, વડલી, અમરેલી, સોટાપરા અને બાબરા ખાતેથી એક-એક મળી કુલ આઠ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.









































